સુરતના મોટા વરાછા, સુદામા ચોક પાસે આવેલ મામલતદાર અને ઍક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરીમાં જનસેવા કેન્દ્ર ખાતે આર્થિક રીતે નબળા વર્ગ પ્રમાણપત્ર મામલતદારના બોગસ સહિ સિક્કા કરી બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.પોલીસે ઍજન્ટ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.સમગ્ર કૌભાંડ અંગે નાયબ મામલતદાર હિરેનભાઈ ચંપકભાઈ પટેલએ ફરિયાદ નોંધાવી છે.