મહુવા: વસરાઈ માં ધોડિયા સમાજ નાં કુળો ની મિટીંગ મળી
Mahuva, Surat | Nov 10, 2025 દિશા ધોડિયા સમાજ સંગઠન મું.પો. વસરાઈ તા. મહુવા જિ. સુરત ખાતે ધોડિયા સમાજ નાં ૨૮૦ થી વધુ કુળ ગોત્ર આવેલાં છે જે ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ફેલાએલા છે. કુળ ગોત્ર નાં મજબૂત પકડ સમાજ સંગઠનો પર છે. આ ફૂળસંગઠનો સામાજિક સેવાકીય રચનાંત્મકપ્રવૃત્તિ ઓ પણ કરતા રહે છે. આ સંગઠનો નાં હોદ્દેદારોની મિટીંગ ગતરોજ વસરાઈ ખાતે મળી હતી જેમાં આવતા માસે ૭ ડીસેમ્બર નાં રોજ સમગ્ર કુળ નું સ્નેહ મિલન અને સમાજ માં ચાલી રહેલા કુરિવાજો સમાજ સામે નાં પડકારો સામે ચર્ચા થઈ.