જુનાગઢ જિલ્લા સહકારી બેંકની જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.આ તકે બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ અને સીઈઓ દ્વારા સાલ ઓઢાડી સ્વાગત સન્માન કરાયું હતું. વધુમાં વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અને કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.