પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક (SP) સાગર બાગમાર (IPS) અને નેત્રમ પીએસઆઇ જયસિંહ ઘનશ્યામસિંહ રાજને તેમની ઉત્તમ કામગીરી, કુશળ નેતૃત્વ અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સફળતા બદલ DGP's Commendation Disc-2024 એવોર્ડથી સન્માનિત કરવા માટે પસંદગી કરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિદેશક દ્વારા એનાયત થતો આ પ્રતિષ્ઠિત એવોર્ડ પૂર્વ કચ્છ માટે ગૌરવની ક્ષણ છે. આ એવોર્ડ માટે તેઓની સાથે ગુજરાતના અન્ય 110 પોલીસ અધિકારીઓ/કર્મચારીઓની પણ પસંદગી થઈ છે.