શહેરની જાણીતી P.V. મોદી સ્કૂલમાં રવિવારના દિવસે વિદ્યાર્થીઓને ફરજિયાત શિક્ષણ આપવા માટે બોલાવવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગેની ફરિયાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રાજકોટને મળતા, ABVPના કાર્યકર્તાઓ તાત્કાલિક ધોરણે શાળા પર પહોંચ્યા હતા અને શાળા બંધ કરાવી હતી.