એક પિકઅપ ચાલકે ચાલીને જઈ રહેલા યુવાનને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી.ઘટના બાદ જાગૃત નાગરિકો દ્વારા ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક વલ્લભીપુર આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતો.તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ રિફર કરાયો હતો.પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત યુવાનનું નામ ઋષિરાજસિંહ હાલુભા ગોહિલ અને તે નવાણિયા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.