આજે બપોરે 3 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પાદરડી ગામના સીડ્સ વેપારી ચૌધરી વૈભવ કુમાર ગીરીશભાઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં પોશીના તાલુકાના ગણવા ગામના ધ્રાંગી વાઘજીભાઈ મિસાબભાઈ ને એક વર્ષની કેદની સજા ફટકરવામાં આવી છે. ઉપરાંત ચેક ની રકમનો દંડ અને વળતર ચૂકવવાનો આદેશ કરાયો હતો.