બાવળા: કોઠ ગામ નજીક શ્રી ગણપતિ મંદિરે સંકટ ચતુર્થીએ દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા
કોઠ ગામ નજીક પ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિરે સંકટ ચતુર્થીએ દાદાના દર્શન કરવા સવારથી જ ભક્તોની લાઈન લાગી હતી. તા. 08/11/2025, શનિવારે સાંજે ચાર વાગે મંદિરમાં ભક્તોની વિશેષ ભીડ જોવા મળી હતી. ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.