સુરત:દક્ષિણ ગુજરાતની આર્થિક કરોડરજ્જુ ગણાતો સુગર ઉદ્યોગ હાલ ચિંતાજનક સ્થિતિમાં મુકાયો છે. સુરતની આસપાસના વિસ્તારોમાં શેરડીનું ઉત્પાદન ઘટવાને કારણે આ વર્ષે પિલાણ સીઝન નિર્ધારિત સમય કરતાં વહેલી બંધ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.ખેડૂત આગેવાન જયેશ પટેલે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શેરડીના ઓછા ઉત્પાદન પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે.સુરતની આસપાસની લગભગ 2 લાખ એકર જેટલી ખેતીલાયક જમીન બિનખેતી થઈ જતાં વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો થયો છે.