વડોદરા: MSUમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને એબીવીપી ફરી મેદાનમાં,કર્યો ઉગ્ર વિરોધ
વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીઓ તથા વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ અંગે સતત ઉદ્ભવતા ગંભીર પ્રશ્નોને લઈને ABVP દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે આર્ટ્સ ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામા આવી,જેમાં ગર્લ્સ વૉશરૂમની અત્યંત નાજુક, અશુદ્ધ અને અપૂર્ણ સ્થિતિ,પાણીની અછત તેમજ નિયમિત સફાઈના અભાવને કારણે વિદ્યાર્થિનીઓને પડતી મુશ્કેલીઓ અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું.