માંડવી: કલેકટરી કચેરી ખાતે રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
Mandvi, Surat | Nov 25, 2025 વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ વિવિધ વિભાગોના પ્રશ્નો અને રજૂઆતોનું નિવારણ લાવવાનો હતો.મંત્રી પ્રવિણભાઈ માળીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને વિભાગીય પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે વિવિધ વિભાગો વચ્ચે સુચારુ સંકલન જાળવવા અને પ્રજાભિમુખ અભિગમ કેળવવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.