જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજદારે રજૂઆત કરેલ કે પોતાનો સગીરવયનો દીકરો ઘરેથી ટ્યુશનમાં જવાનું કહી નીકળી ગયેલ અને રાતનો ઘરે આવેલ નથી જે અન્વયે સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી ગોહિલે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સગીર વય ના દીકરાને તાત્કાલિક શોધી કાઢવા સર્વલેન્સ તથા ચોકી સ્ટાફને સૂચના આપેલ હતી. ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે પોલીસ સબ.ઇન્સ આર.એમ વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ જુવાનભાઈ લાખણોત્રા ને સંયુક્ત મા બાતમી મળતા શોધી મિલન કરાવ્યુ