ઓલપાડ: કીમ ઓવરબ્રિજ ખાતે રેલવે ઓવરબ્રિજ ખાતે સેફ્ટી લોખંડની ગડર તૂટી ગઈ
Olpad, Surat | Nov 20, 2025 કીમ રેલવે ઓવરબ્રિજ પર એક ટ્રેલર સેફ્ટી ગર્ડર સાથે ભટકાતા ગર્ડર નીચે પટકાયું હતું. આ ઘટના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્પાન ભરીને જઈ રહેલા ટ્રેલરને કારણે બની હતી.ટ્રેલરની ઊંચાઈ વધુ હોવાને કારણે તે ઓવરબ્રિજના પૂર્વ છેડે લગાવેલા સેફ્ટી ગર્ડરમાં ફસાઈ ગયું હતું. જેના પરિણામે ગર્ડર તૂટીને નીચે પડ્યું હતું. સદનસીબે, ઘટના સમયે બ્રિજના છેડે અન્ય કોઈ વાહન હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.