માંડવી: કોસંબા નજીક મહુવેજ ખાતે લાકડાના ગોડાઉનમાં આગ લાગી.
Mandvi, Surat | Nov 20, 2025 સુરત જિલ્લાના કોસંબા નજીક મહુવેજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા યુનિવર્સલ વેરહાઉસમાં ગત રાત્રિએ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વેરહાઉસમાં રાખવામાં આવેલો લાકડા અને પ્લાયવુડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.