પારડી: જિલ્લામાંથી તડીપાર કરેલ ઈસમને પારડી વેલપરવા ખાતેથી પકડી પાડતી વલસાડ એલસીબી પોલીસની ટીમ
Pardi, Valsad | Nov 19, 2025 બુધવારના 6 કલાકે એસપી કચેરીથી આપવામાં આવેલી વિગત મુજબ વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વલસાડ જિલ્લામાંથી તડીપાર કરાયેલ આરોપી સુજીત ઉર્ફે સુજીઓ હર્ષદભાઈ ધોડિયા પટેલ જે પારડીમાં હોવાની માહિતી લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.જેના આધારે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે આરોપીનો કબજો પાલડી પોલીસને સોંપવામાં આવ્યો છે.