સુરત: શહેરના ઉધના ભાઠેના વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિકના દાણા બનાવવાની ફેક્ટરીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કારખાનામાં કામ કરી રહેલા 5 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.ઉધના ભાઠેના ખાતે આવેલા પ્લાસ્ટિકના દાણા બનાવતા કારખાનામાં જ્યારે કર્મચારીઓ રોજિંદી કામગીરી કરી રહ્યા હતા, ત્યારે અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.