ઉધના: સુરતના અઠવામાં પ્રેમિકાને તેના જ ઘરની બહાર વોચમાં રાખી પ્રેમીએ રૂા.૨૦ લાખના દાગીના ચોરી કર્યા
Udhna, Surat | Nov 24, 2025 સુરતના અઠવા રૂદરપુરા સાંઈબાબ મંદિર પાસે રહેતા ગેરેજવાળાની દીકરીને નજીકમાં રહેલા આલુપુરીની લારીવાળાએ પ્રેમજાળમાં ફસાવી પોતાને દેવુ થઈ ગયું છે હોવાની સ્ટોરી કરી પ્રેમીકાને તેના જ ઘરની બહાર ઉભી રાખી કબાટમાંથી ૧૯.૮૧ લાખના દાગીના ચોરી કર્યા હતા. અને કોઈને વાત કરી તો ભાઈનું મર્ડર કરાવી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.પ્રેમી મિતેશ મહેન્દ્ર કોસંબીયાએ તેના મહોલ્લામાં રહેતી ગેરેજવાળાની દીકરીને પ્રેમજાળમા ફસાવી હતી.