ભાજપના પ્રમુખ કિરીટ પટેલે મજેવડી ગામની મુલાકાત લઈ યુવાન કાર્યકર્તાઓ સાથે હાર્દિક અને આત્મીય શુભેચ્છા મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે યુવાનો સાથે ખુલ્લા દિલથી સંવાદ સાધ્યો અને સંગઠન પ્રત્યે તેમની નિષ્ઠા, ઉત્સાહ તથા વિકાસ માટેની પ્રતિબદ્ધતા બદલ અભિનંદન પાઠવ્યા.