અંજારની ભીમાસર સીમમાં આવેલ મેટેનેર કંપનીમાથી એલ્યુમીનીયમના સ્ક્રેપની ચોરી કરનાર આરોપીઓ હાર્દિક પ્રકાશભાઈ હંસકર,મહોમદ સલીમ ગુલાબશા અને ઈન્દ્રકુમાર કનૈયાભાઈ ઉપાધ્યાય પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ અને વાહન સહિત કુલ 6,47,000 નો મુદ્દામાલ રીકવર કરી,ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે આ કામગીરીમાં અંજાર પીઆઇ એ.આર.ગોહીલ, પીએસઆઇ એસ.જી.વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા.