જૂનાગઢ: ભવનાથ મંદિર ખાતે પ્રભારી સચિવ દિલીપ રાણા જિલ્લા કલેકટર, કમિશનર,SDM સહિતના અધિકારીઓએ ભવનાથ મંદિરની લીધી મુલાકાત
જુનાગઢ મહાશિવરાત્રીના મેળા ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.ભવનાથ મંદિર ખાતે પ્રભારી સચિવ દિલીપ રાણા જિલ્લા કલેકટર કમિશનર SDM સહિતના અધિકારીઓએ ભવનાથ મંદિરની મુલાકાત લીધી હતી.મહાશિવરાત્રીની રાત્રે સાધુ-સંતોનું મૃગીકુંડમાં સ્નાનને લઈને મૃગીકુંડ ની પણ મુલાકાત લીધી હતી. મેળાના બે દિવસ પૂર્વે ભવનાથ મંદિરે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી.