મેંદરડા તાલુકાના ગિર સમઢિયાળા ગામે કોળી સમાજ દ્વારા 26મું સમૂહલગ્ન કાર્યક્રમ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો. આ સમૂહલગ્ન પ્રસંગે કુલ 13 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડી પોતાના વૈવાહિક જીવનની નવી શરૂઆત કરી હતી. આ લગ્નોત્સવમાં કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, શ્રી ભગવાનજીભાઈ કરગટિયા સહિત સમાજના અગ્રણી આગેવાનો તથા મોટી સંખ્યામાં સમાજબાંધવો ઉપસ્થિત રહ્યા હતા