મહુવા: ભગાવનપુરા વાંક ગામે કાછીયા ફળિયામાં 53 વર્ષીય પરણીતા એ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી.
Mahuva, Surat | Nov 12, 2025 પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ભગવાનપુરા વાંક ગામે કાછીયા ફળિયામા રહેતી 53 વર્ષીય પરણિતા ગીતાબેન હરીશભાઈ ટેલરે તા-12/11/2025ને બુધવારના રોજ સવારે 11 વાગ્યે પોતાના ઘરના વાડામાં અગમ્યકારણ સર લોખંડની એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી.ઘટના અંગે પરિવારજનો દ્વારા મહુવા પોલીસને જાણ કરાતા મહુવા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.