જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામે પોલીસ દ્વારા દારૂ પીને વાહન ચલાવતા એક ઈસમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, માખીયાળા ગામના ગીરીશભાઈ ગજેરાની પીપળી રોડ પર આવેલી વાડીએ રહેતા બાથુ શુરસીંગ ભીલાલા નામના શખ્સને પોલીસે અટકાયતમાં લીધો છે.આ શખ્સ કોઈ પણ જાતના પાસ-પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં પોતાની કાળા કલરની TVS મોટરસાયકલ (GJ 11 CC 0014) ચલાવતા મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. ૧૦,૦૦૦ની કિંમતનું બાઈક જપ્ત કર્યું છે.