માંગરોળ–માળીયા જતા માર્ગ પર આવેલ કામનાથ નોળી નદી ઉપર વર્ષોથી ચાલતો ગંભીર પ્રશ્ન અંતે ઉકેલ તરફ આગળ વધ્યો છે. ચોમાસા દરમિયાન અનેક ગામડાઓનું વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ થઈ જતું હોવાથી સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ બહુજટિલ સમસ્યાને ધ્યાને લઈ લોકપ્રિય ધારાસભ્યશ્રીના અથાગ પ્રયત્નોના પરિણામે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ૭.૫ કરોડના ખર્ચે મેજર બ્રિજનું નિર્માણ મંજૂર કરવામાં આવ્યું છે