કાલોલ તાલુકામાં ઉતરાયણના પવિત્ર પર્વના દિવસે આ વર્ષે પવન ન ફૂંકાતા પતંગરસિયાઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. દર વર્ષે 14 જાન્યુઆરીએ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે, પરંતુ આ વર્ષે પવનના અભાવે આકાશ સૂનું સૂનું દેખાયું હતું.સવારથી જ બાળકો, યુવાનો અને વડીલો પતંગ, દોરી અને ફીરકી લઈને છત પર ચઢી ગયા હતા, પરંતુ દિવસભર પૂરતો પવન ન મળતા પતંગ ઉડાડી શકાયા નહોતા. ઘણા પતંગરસિયાઓ પવનની રાહ જોતા બેઠા રહ્યા અને અંતે નિરાશ થઈ પતંગો મૂકી દીધા હતા.કાલોલ તાલુકાના અન