ગારીયાધાર તાલુકાના મોરબા અને વિરડી ગામોમાં આજે PGVCL ની ચેકિંગ ટીમ તાત્કાલિક પહોંચી હતી. તારીખ 11 જાન્યુઆરી 2026 ને રવિવારના રોજ સવારના 7 વાગ્યે વીજ ચોરી, ગેરકાયદેસર કનેક્શન અને વધારાના લોડ અંગે ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી. ચેકિંગ દરમિયાન કેટલાક કનેક્શનોમાં ગેરરીતિઓ મળી આવતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. PGVCL ની આ કામગીરીથી વિસ્તારમાં વીજ ચોરી સામે કડક સંદેશો મળ્યો છે અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.