દીપાવલી તહેવારને યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં સામેલ કરાવવા ભારત સરકાર દ્વારા કરાયેલા નામાંકન પછી હવે તેના અપેક્ષિત સમાવેશની આશા ઊભી થઈ છે. આ અવસરને નિમિત્તે સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વિવિધ સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળોએ દીवा પ્રગટાવતાં ઉજવણી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. નવસારી જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાજી મંદિર ખાતે પણ તા. ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સાંજે ૭:૩૦ થી ૮:૩૦ યોજાશે કાર્યક્રમ.