સુરત શહેર ઉધના પોલીસે મનપાની સીટી બસમાં એક યુવક પર જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયેલા બે શખ્સોને પોલીસે દબોચી લીધા છે.પકડાયેલા આરોપીઓમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે.ડીંડોલીમાં રહેતો હેમરાજ પાટિલ નામનો યુવક, જે આર્મીની તૈયારી કરવાની સાથે સેલ્સમેન તરીકે નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરે છે, તે ડીંડોલી થી સીટી બસમાં બેસી નોકરીએ જઈ રહ્યો હતો. આ દરમિયાન બસમાં પાકીટ મારવાના ઈરાદે ચઢેલા આરોપીઓએ હેમરાજનો મોબાઈલ ફોન આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો.