ઉમરગામ: વલસાડ LCBની મોટી કાર્યવાહી: ભીલાડ હાઈવેથી લોખંડના ખાટલાઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચે ભિલાડ નજીક નેશનલ હાઈવે-૪૮ પર અશોક લેલન્ડ ટેમ્પો નં. GJ-03-BZ-1931 રોકી તપાસ કરતા લોખંડના ખાટલાઓની આડમાં છુપાવેલ કિંમત રૂ. ૨,૫૨,૯૬૦/-ના વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. પોલીસએ ટેમ્પો, દારૂ, ખાટલા અને મોબાઇલ મળી કુલ રૂ. ૭,૬૮,૯૬૦/-નો મુદામાલ કબજે કર્યો હતો.