જૂનાગઢ: ગિરનારની 18મી અખિલ ભારત આરોહણ–અવરોહણ સ્પર્ધા 1 ફેબ્રુઆરીએ યોજાશે,12 રાજ્યોના ખેલાડીઓ જોડાશે સ્પર્ધામાં
ગિરનારની 18મી અખિલ ભારત આરોહણ–અવરોહણ સ્પર્ધા 1 ફેબ્રુઆરીએ વહેલી સવારે યોજાશે. રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં કુલ 541 સ્પર્ધકોનાં રજીસ્ટ્રેશન થયા છે. ગુજરાત, દીવ, બિહાર સહિત કુલ 12 રાજ્યોના ખેલાડીઓ ભાગ લેશે. સૌથી વધુ 200 ખેલાડીઓ ગુજરાતમાંથી અને 189 બિહારમાંથી નોંધાયા છે. તૈયારીઓ હેઠળ તંત્ર દ્વારા 8 સમિતિઓ રચાઈ છે. સ્પર્ધા ચાર કેટેગરી—સિનિયર-જુનિયર બોયઝ અને સિનિયર-જુનિયર ગર્લ્સમાં યોજાશે.