વડાલીમાં પ્રેમલગ્નના મામલે બે સમાજ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ બંને પક્ષો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનામાં મકાનો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.યુવતીના પિતાએ વડાલી પોલીસ મથકે 41 વ્યક્તિઓના નામજોગ અને 400 અજાણ્યા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, ગતરોજ દરબાર વાસને ટોળાએ બાનમાં લીધો હતો અને મકાનો તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી. આ મામલે ઇડર ડીવાયએસપી આજે સવારે 10 વાગે સ્મિત ગોહિલે પ્રતિક્રિયા આપી હતી.