જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ જે જે પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ 13 વર્ષથી ગુમ થનાર વ્યક્તિ ગીરીશભાઈ કિરીટભાઈ ઝાંઝમેરીયા રહે જુનાગઢ વાળો છેલ્લા 13 વર્ષથી ગુમ હોય તેની તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મુળુભાઇ વાંદા તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરભાઈ વાળા ને બાતમી મળેલ કે ગિરીશ ઝાજમેરીયા હાલ મોરબી બાજુ છે જે બાતનીના આધારે તપાસ કરતા 50 વર્ષીય ગુમ થયેલ વ્યક્તિ મળી આવેલ આ અંગે તેમના પરિવારને જાણ કરતા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.