પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કુકસવાડા ખાતે તાજેતરમાં કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આરોગ્ય વિષયક જાગૃતિ વધારવાનો અને આરોગ્ય સેવાઓ અંગે પ્રાથમિક જાણકારી આપવાનો હતો. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સેવાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી