અડાજણ: સુરત: મજૂરા ગેટ બ્રિજ પર પતંગની દોરીથી ગળું કપાતાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Adajan, Surat | Nov 23, 2025 સુરત શહેરમાં પતંગની કાતિલ દોરીએ ફરી એકવાર એક બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચાડી છે. મજૂરા ગેટ બ્રિજ પરથી પસાર થઈ રહેલા 45 વર્ષીય પશુપતિસિંહનું ચાલુ બાઇકે પતંગની દોરીથી ગળું કપાઈ જતાં તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમના ઓપરેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.અડાજણના ભક્તિ નગર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા પશુપતિસિંહ પોતાની ઓફિસેથી કામ પતાવીને ઘરે જઈ રહ્યા હતા.