અડાજણ: સુરતઃલાજપોર જેલર બની VIP સુવિધાના નામે ખંડણી માંગતો નકલી જેલર ઝડપાયો
Adajan, Surat | Nov 19, 2025 સુરતમાં બ્લેકમેઇલિંગ કેસના આરોપીના પરિવારજનોને લાજપોર જેલના જેલર તરીકેની ખોટી ઓળખ આપીને VIP સુવિધા આપવાનું કહીને પૈસા પડાવવાની અને ધાકધમકી આપવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. સમગ્ર ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પરિવારજનોએ સુરતમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે અમદાવાદ ઝોન ૨ LCBએ બાતમીના આધારે નકલી જેલરને ઝડપી પાડી પાડ્યો છે. ઝોન - ૨ LCB પોલીસની ટીમે આરોપીને સુરત શહેર સચિન પોલીસને સોંપી સચિન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.