માંડલ તાલુકાના જાલીસણા ગામથી કરોડોના વિકાસ કામોનું ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે ભુમિ પૂજન અને લોકાર્પણ થયું. કરોડોના ખર્ચે જાલીસણા-નાયકપુર રોડનું પુનઃનિર્માણ થશે, તથા ૫૦ લાખના ખર્ચે જાલીસણા ગામના મુખ્ય રસ્તો આરસીસી બનશે. જાલીસણા ગામની પાણીની સમસ્યાને દૂર કરવા ૨૭ લાખના પાણીના બોર અને ૪૫ લાખના પેટા આરોગ્ય કેન્દ્રનું ભુમિ પૂજન કર્યુ...