નવસારીથી સુરત તરફ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 48 પર પરથાણ ગામ નજીક ગત મોડી રાત્રે બ્રિજ નીચે ક્રેટા કાર અચાનક આગની ઝપેટમાં આવી હતી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. કારના ચાલકને પાછળથી આવતી બીજી કારના ડ્રાઇવરે ધૂમાડો દેખાતા તરત જ સૂચના આપી હતી. સમયસૂચકતા વાપરી કાર ચાલક તથા કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી ગયા, જેના લીધે મોટી દુર્ઘટના ટળી હતી.