મેંદરડા: મેંદરડા પંથકમાં ખેડૂતો દ્વારા ઘઉંનું વાવેતર કરેલ જંગલી ભુંડ દ્વારા ખોદી નાખતા ખેડૂતોને નુકસાન
મેંદરડા પંથક માં દાત્રાણા રોડ ઉપર વાડી ધરાવતા ખેડૂત પરસોતમભાઇ ઢેબરીયાના ખેતરમા ઘંઉનુ વાવેતર કરેલ હતુ અને પિયત પણ કરી દીધુ હતુ પણ જંગલી ભુંડના ટોળાએ રાત્રી ના સમયે ૧૦ વિઘા ના ખેતરમાં ખોદી ને ખેદાન મેદાન કરીને નુકસાન કર્યુ છે એકબાજુ ખેડૂતોના ચોમાસામા મગફળી અને સોયાબીન નો પાક પણ પલળી ને નુકસાન થયું હતૂ આવી રીતે ખેડૂતોને એક પછી એક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે જો આવું ને આવું રહ્યુ તો ખેડૂતો પાયમાલ થઈ જશે