ગીતાંજલિ વિદ્યાલય, પાદરા ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે “સંઘર્ષ સફળતાનો” વિષય પર પ્રેરણાત્મક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર શ્રી અશોક ગુજ્જર તથા શ્રી ધીરજ પૂજારા દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા મહેનત, આયોજન, સંકલ્પશક્તિ અને સકારાત્મક વિચારસરણી દ્વારા જીવનમાં ઉત્તમ સફળતા પ્રાપ્ત કરવાની માર્ગદર્શિકા આપવામાં આવી.