ઉમરગામ: હોન્ડ પાસે અજાણ્યા વાહનની અડફેટે કલગામના બાઈકચાલકનું કરુણ મોત
ઉમરગામ તાલુકાના કલગામ છાબડી ફળિયા ખાતે રહેતા ગુરુ ઉર્ફે પંકજ રમેશભાઈ વારલી (ઉ.વ. ૩૧) હીરો હોન્ડા સ્પ્લેન્ડર પર વલસાડ તરફ જઈ રહ્યો હતો, આ દરમિયાન નેશનલ હાઈવે પર ચીખલીના હોન્ડ પાસે એક અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું હતું.