બાવળા: ધોળકા - લાણા - શેરપુરા રોડ રીસરફેસીંગ કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
તા. 12/11/2025, બુધવારે સવારે 11 વાગે ધોળકા તાલુકાના લાણા ગામે ધોળકા - લાણા - શેરપુરા રોડ રીસરફેસીંગ કામનું ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાણા અને શેરપુરા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.