નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે બોરીયાચા ટોલનાકા નજીક મોટી કામગીરી હાથ ધરી સફેદ કેબીન તથા કથ્થાઈ બોડીવાળા આઇસર ટેમ્પો (DN-09-N-9041)માંથી ભારતીય બનાવટની વિદેશી વ્હિસ્કી, વોડકા અને ટીન બીયરની કુલ 504 બોટલીઓ ઝડપીને ₹3,64,560 નો પ્રોહી મુદ્દામાલ કબજે કર્યો હતો.