સુરતઃ આવકાર અર્બન કો.ઓ. ક્રેડિટ સોસાયટી લિ.ના ડીફોલ્ટર હસમુખભાઈ લક્ષ્મણભાઈ બારૈયાને કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી છે.વરાછા વિસ્તારના રહીશ હસમુખભાઈ લક્ષ્મણભાઈ બારૈયાએ ફરીયાદીની સંસ્થા આવકાર અર્બન કો.ઓ. ક્રેડીટ સોસાયટી લિ. પાસેથી અંગત ધંધાના ઉપયોગ અર્થે લોન લીધી હતી. જે નાણાંની પરત માંગણી કરતાં આરોપી હસમુખભાઈ લક્ષ્મણભાઈ બારૈયાએ ફરિયાદી સંસ્થાને ચેક આપ્યો હતો, જે ચેક રિટર્ન થતાં સંસ્થાએ વકીલ મારફતે કોર્ટમાં ફરિયાદ કરી હતી.