ભાભરના રૂની ગામે આજે તા.04/10/2024 ના રોજ સેવાસેતુ કાર્યક્રમમાં ભાભર તાલુકાના 19 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જેમા ભાભર મામલતદાર રમેશભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને 10માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ રૂની ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી જેમાં આ સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રેશનકાર્ડ ,બેંક ,આરોગ્ય, ફોરેસ્ટ વિભાગ, જેવી કામગીરી કરાઈ હતી.