જૂનાગઢ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મધુરમ વિસ્તારમાં મામાદેવના મંદિર નજીક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. મધુરમ વિસ્તારમાં મામાદેવના મંદિરની સામે આવેલ કોર્પોરેશનના પ્લોટ માં પર્યાવરણના જતન અને હરિયાણા જૂનાગઢના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ તકે મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર, ધારાસભ્ય, ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.