વાપી: વાપીમાં ડોક્ટરના ઘરમાં ઘૂસી લૂંટ: પરિચિત 'મુન્ના પ્લમ્બર'એ વૃદ્ધ મહિલાઓને ઇજાગ્રસ્ત કરી સોનાની ચેઇન લૂંટી હતી
Vapi, Valsad | Nov 21, 2025 વાપી Dysp કચેરીએ શુક્રવારના રોજ સાંજે 6 કલાકે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ મુજબ, વાપી શહેરના ચલા વિસ્તારની ભાગ્યોદય સોસાયટીમાં લૂંટની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક ડોક્ટરના ઘરમાં ઘૂસીને આરોપીએ બે વૃદ્ધ મહિલાઓને ઇજા પહોંચાડી હતી અને સોનાની ચેઇન લૂંટી હતી. જોકે, સ્થાનિકોની સતર્કતા અને પોલીસના ઝડપી પ્રતિભાવને કારણે આરોપી તુરંત પકડાઈ ગયો હતો.