અલથાણ વિસ્તારમાં દારૂની મહેફિલ મામલે, પરીવારની મુશ્કેલીમાં વધારો
Majura, Surat | Nov 14, 2025 સુરતના વેસુ વિસ્તારના પોશ ગણાતી જી. ડી. ગોએન્કા સ્કૂલ પાસે કે. એસ. અંતરવન રેસ્ટોરન્ટ નજીક 16 ઓક્ટોબરની મોડીરાતે 'VIPની દારૂ મહેફિલ' શરૂ થાય એ પહેલાં જ અલથાણ પોલીસે દરોડો પાડતાં માહોલ ગરમાયો હતો. ત્યારે હવે ઉદ્યોગપતિ સમીર શાહ અને તેમના પરિવારની મુશ્કેલીઓ વધી છે. અલથાણ પોલીસ દ્વારા લેવામાં આવેલા બ્લડ સેમ્પલનો ગાંધીનગર FSL રિપોર્ટ સામે આવ્યો છે, જેણે આ સમગ્ર કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટ દ્વારા સાબિત થયું છે કે, માત્ર સમીર શાહે જ નહીં