ગારીયાધાર–ભાવનગર રોડ પર ચાલતી ફોર વ્હીલ ગાડીમાં અચાનક આગ, મોટી દુર્ઘટના ટળી ગારીયાધાર–ભાવનગર રોડ પર પરવડી ગામ નજીક ચાલતી ફોર વ્હીલ ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગાડીમાં સવાર લોકોને સમયસર બહાર કાઢવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડી ભારે નુકસાન પામી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્ર