કપરાડા: તાલુકાના અનેક ગામોમાં રાત્રિ દરમિયાન માવલી પૂજન કરાયું, આદિવાસી ભગત ભુવાઓની પૌરાણિક પરંપરા
Kaprada, Valsad | Oct 16, 2025 તાલુકાના અનેક ગામોમાં વર્ષોથી ચાલી આવતી આદિવાસી ભગત ભુવાઓની જૂની પરંપરાગત અંતર્ગત માવલી પૂજાની વિધિ કરવામાં આવી હતી, જોકે આ પરંપરા આદિ અનાદિકાળથી ચાલી આવતી પ્રથા છે, જેથી આદિવાસી ભગત ભુવાઓ દર વર્ષે ચાલી આવતી પ્રથાને આજે પણ અવિરત રાખી છે, અને તેઓ દિવાળી પર્વ પહેલા રાત્રિ દરમિયાન પૂજા વિધિ કરે છે.