તાલોદ: તલોદના હરસોલ સબ યાર્ડ ખાતે ધારાસભ્યએ પ્રારંભ કરાવ્યો, 9 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી
તલોદ તાલુકાના હરસોલ સબ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. તલોદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે શ્રીફળ વધેરીને ખરીદીનો શુભારંભ કરાયો હતો. પ્રથમ દિવસે કુલ ૧૧ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું હતું, જેમાંથી ૯ ખેડૂતોનો મગફળીનો જથ્થો સંઘ દ્વારા ટેકાના ભાવે ખરીદ